ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ


SHARE











મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ

મોરબીના લીલાપર ગામે રહેતા યુવાનને વર્ષ 2022 અને 23 માં રૂપિયાની જરૂર હોવાથી તેણે 65000 રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે બે વ્યક્તિઓ પાસેથી લીધેલા હતા. જેની સામે તેણે 50 હજાર રૂપિયા જેટલું વ્યાજ આપી દીધું હતું તેમ છતાં પણ અવારનવાર યુવાનને રૂબરૂમાં તથા ફોન ઉપર વ્યાજ અને મુદ્દલની રકમ ભરવા માટે થઈને ધાક ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના લીલાપર ગામે પ્રકાશનગર સોસાયટીમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવ (46)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ ધનજીભાઈ જાદવ અને ધનજીભાઈ દેવજીભાઈ જાદવ રહે. બંને સોઓરડી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ વર્ષ 2022 ના ફેબ્રુઆરી મહિનામાં તથા વર્ષ 2023 ના માર્ચ મહિનામાં જુદાજુદા સમયે કુલ મળીને 65,000 રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે આરોપીઓ પાસેથી લીધેલા હતા જેની સામે તેઓએ 50,000 રૂપિયા વ્યાજ ચૂકવી આપેલ હોવા છતાં પણ આરોપીઓએ ફરિયાદીને અવારનવાર રૂબરૂમાં તથા ફોન ઉપર વ્યાજ અને મુદ્દલ રકમ ભરવા માટે થઈને ફરિયાદી મોરબીના નટરાજ ફાટક પાસે હતા ત્યારે ધાક ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News