ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર યુવાનના શોરૂમ પાસે ટ્રક ઉભો હતો જેને દૂર કરવા માટે થઈને યુવાન તથા તેના ભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ અન્ય લોકોને બોલાવવામાં આવતા પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને તે પૈકીનાં એક આરોપી પોતાની ફોર્ચ્યુનર કારમાંથી ધોકો કાઢીને યુવાનને માર મારવાની કોશિશ કરી હતી તેમજ તેની મિલકતમાં ઘૂસીને ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું હતું તેમ જ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને યુવાન તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અપહરણ કરીને લઈ જવાની ધમકી આપીને ડીવીઆર પોતાની સાથે ગઈ ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ સામે સતનામ હાઈટ્સ બ્લોક નંબર 601 માં રહેતા ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા (36)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ જેસીંગભાઇ ચાવડા રહે. મીરા પાર્ક સોસાયટી વાવડી રોડ મોરબી, દિનેશભાઈ ગગુભાઈ મકવાણા રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી મોરબી અને અજાણ્યા ચાર ઈસમોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર દેશી ડાયરો હોટલ પાસે ઉમા સ્ટીલ ફર્નિચર ફરિયાદીના શોરૂમ નજીક ટ્રક ઉભો હતો તેને દૂર કરવા માટે થઈને રણજીતભાઈ ચાવડાએ ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદ  ચિરાગભાઈ સાથે મારામારી કરીને ધાકધમકી આપી હતી ત્યારબાદ દિનેશભાઈ મકવાણા અને અન્ય આરોપીઓને બોલાવતા તેઓ ત્યાં આવ્યા હતા અને દિનેશભાઈ પોતાની ફોર્ચ્યુનલ ગાડીમાંથી ધોકો લઈને આવ્યા હતા અને ફરિયાદીને માર મારવાની કોશિશ કરી હતી ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીની માલિકીની મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આરોપી રણજીતભાઈએ ફરિયાદીની દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખીને નુકસાન કર્યું હતું અને લૂંટ ચલાવી પોતાની પાસે રહેલ ગ્રે કલરની નાની પિસ્તોલ જેવું હથિયાર ફરિયાદીને બતાવીને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દિનેશભાઈએ ફરિયાદીને ગાળો આપીને અપહરણ કરી લઈ જવાની ધમકી આપી હતી તેમજ આરોપીઓ ફરિયાદીનું ડીવીઆર બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ ગયા હતા જેથી હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News