ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં એચઆઈવી પીડિતોને સહાય માટે કરુણા ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


SHARE











મોરબીમાં એચઆઈવી પીડિતોને સહાય માટે કરુણા ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં સમાજ સેવા અને માનવતાની ભાવનાથી કાર્યરત કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવિંગ વિથ એચ.આઈ.વી. દ્વારા  મોરબી કમલમ્ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ  જયંતિભાઈ રાજકોટના માર્ગદર્શન સાથે સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ રાજેશભાઈ લાલવાણી દ્વારા સંસ્થાના હેતુઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન સંસ્થા દ્વારા એચ.આઈ.વી. સાથે જીવતા (PLHIV) લોકોને મળતા સહાયકાર્ય વિશે સમજ આપવામાં આવી હતી. મોરબી જિલ્લામાં દર મહિને એચ.આઈ.વી. ક્લાયન્ટ માટે સપોર્ટ ગ્રુપ મીટિંગનું આયોજન કરવામાં આવે છે. આ સાથે દાતા સિરામિક પરિવારના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ આપવામાં આવે છે. આ સંસ્થાની ટીમ કરુણા ફાઉન્ડેશનના સભ્યો સાથે મળીને દાન એકત્રિત કરીને ગંગાસ્વરૂપ બહેનો, સગર્ભા મહિલાઓ અને બાળકોને પણ જરૂરી સહાય અને સપોર્ટ પૂરો પાડે છે.

આ પ્રવૃત્તિઓથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને જીવનમાં સહારો મળે છે. દર મહિને 25 થી 28 તારીખ દરમિયાન સપોર્ટ ગ્રુપ મીટિંગનું આયોજન કરવામાં આવે છે, જે મોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે યોજાય છે. અહીં એચ.આઈ.વી. ક્લાયન્ટને દવાઓ નિયમિત રીતે મળે, દવા લેવામાં કોઈ ખામી ન રહે તેમજ તેમની તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન અને સહાય આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાં રહેતા અને બહાર ટેસ્ટ કરાવનાર (આઉટ ટેસ્ટ) એચ.આઈ.વી. ક્લાયન્ટ માટે પણ સંસ્થા દ્વારા રાશન કિટ તથા અન્ય સહાયકાર્યનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ લાલવાણીએ જણાવ્યું હતું કે કરુણા ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એચ.આઈ.વી. પીડિત લોકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા માટે સહારો આપવાનો અને તેમને તબીબી તેમજ સામાજિક રીતે મજબૂત બનાવવાનો છે. સંસ્થાની ટીમ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખશે.






Latest News