ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર


SHARE











મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યાં પછી અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેની જે અરજીઓ આવેલ છે તેમાંથી ૧૨૪ અનધિકૃત બાંધકામોને નિયમિત કરી આપવામાં આવેલ છે અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વિકાસ પરવાનગી માટેની અરજીઓમાંથી ૫૦ અરજીઓની ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા બાંધકામ મંજૂર તથા અમલી વિકાસ યોજનામાં વિકાસ પરવાનગી તથા ઇમ્પેક્ટ ફીના કાયદા અંતર્ગત અનધિકૃત બાંધકામોને નિયમિત (Regularize) કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મહાનગરપાલિકા બન્યા પછીથી અત્યાર સુધી મળેલ તમામ અરજીઓનું નિયમો મુજબ ટેકનિકલ ચકાસણી કરેલ છે. આ પ્રક્રિયા દરમિયાન યોગ્ય માપદંડ પૂર્ણ કરતી અરજીઓ પર જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં વિકાસ યોજના વિસ્તારની અરજીઓમાંથી કુલ ૧૨૪ અનધિકૃત બાંધકામોને નિયમિત કરવાની અરજીઓને રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવેલ છે. અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વિકાસ પરવાનગીઓની કુલ ૫૦ અરજીઓની ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવેલ છે. અને ભવિષ્યમાં આવનારી અરજીઓ ઉપર પણ પારદર્શક રીતે કાર્યવાહી કરવામાં આવશે અને તમામ અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.






Latest News