મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ


SHARE











મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ

મોરબીમાં બાઇક લઈને જતાં વ્યક્તિના બાઇકને સ્કૂલ બસના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેનો કેસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી ગયો હતો જેમાં અરજદારના વકીલની દલીલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને ટ્રીબ્યુનલે અકસ્માતના કેશમાં ૯,૩૩,૦૦૦ રૂપિયાનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવા માટે સ્કુલ બસની વિમા કંમ્પની સામે હુકમ કરેલ છે

આ અકસ્માત કેઇસની વિગત એવી છે કે તા.૨૧/૧૧/૨૦૨૨ ના રોજ મોરબીમાં રહેતા ગોરધનભાઇ માધવજીભાઇ પરમાર પોતાનું મોટરસાઇકલ લઇ ઘરે જતા હતા ત્યારે સ્કુલ બસ નં.જી.જે. ૩૬ ટી ૨૩૭૭ ના ચાલકે પોતાની બસ પુર ઝડપે બેદરકારીથી ચલાવી મોટર સાઇકલ સાથે અથડાવી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં ગોરધરનભાઇ માધવજીભાઇ પરમારને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારને ૯,૩૩,૦૦૦ રુપિયાનું વળતર ૭ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા ખર્ચ આપવા સ્કુલ બસની વિમા કંમ્પની સામે હુકમ કરેલ છે આ કેસમાં અરજદાર તરફે સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News