મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ
મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ પુરવાનો નાશ કરવા માટે તેની લાશને પીપળી અને બેલા ગામની વચ્ચે બંધ પડેલા કારખાનામાં ખાડામાં સળગાવી દેવામાં આવી હતી અને ત્યાં ધાબું કરી નાખવામાં આવ્યું હતું જો કે, પોલીસે ખાડો ખોદીને મૃતક યુવાનના અવશેષોને બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ મૃતક યુવાનના દીકરીની ફરિયાદ લઈને 7 શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં બી ડિવિઝન પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં રમેશ કોટન મીલની બાજુમાં રહેતા તાજમહંમદભાઈ ભટ્ટીને જમીનના સોદાના બહાને કારમાં બેસાડીને બાલુભાઈ અઘારા લાલબાગ સેવા સદન પાસેથી ગત તા. 19/2 ના રોજ લઈ ગયા હતા ત્યારે ત્યાર બાદ તે ગુમ થઈ ગયા હતા જેથી તેના પરિવારે પોલીસને ગુમસુધા ફરિયાદ આપી હતી અને શકદાર તરીકે બાલુભાઈ અઘારાનું નામ આપ્યું હતું જેથી પોલીસે આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તાજમહંમદભાઈ ભટ્ટીની હત્યા કરી હોવાની અને તેની લાશનો બંધ કારખાનામાં સળગાવને નિકાલ કર્યો હોવાની કબૂલાત આપી હતી જેથી મૃતકની લાશને શોધી કાઢી હતી
આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરા રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને બાલુભાઈ થોભણભાઇ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, ભાવેશભાઈ થોભણભાઈ અઘારા, જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સામે હત્યાનો ગુનો નોધવામાં આવેલ હતો. અને જણાવ્યુ હતું કે, આરોપી થોભણભાઈ અઘારા સાથે ફરિયાદીના પિતાને જમીનના સોદા કરાવેલ હતા અને રૂપિયા મેળવી લીધા હતા જો કે, દસ્તાવેજો કરાવેલ ન હતા જેથી તે બાબતે રૂપિયા કઢાવવા માટે થઈને ફરિયાદીના પિતાનું કારમાં બેસાડીને ભડિયાદ ગામ પાસે આવેલ બાલુભાઈના ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા
ત્યાર બાદ બાલુભાઇ અઘારાએ તાજમહંમદભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે, જીતેશભાઈએ લાકડાના ધોકા વડે અને બાકીના આરોપીઓએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટયો હતો અને આ ગુનાની તપાસ દરમ્યાન અગાઉ આરોપી બાલુભાઈ થોભણભાઇ અઘારા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારાની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ હાલમાં બી ડિવિઝનના પીઆઇ વી.એન.પરમાર અને તેની ટીમે દ્વારા આરોપી જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા (38) રહે. વેલકમ પ્રાઈડ રવાપર મોતબી અને ભાવેશભાઈ થોભણભાઈ અઘારા (33) રહે, વૈભવ વિલા એપાર્ટમેંટ ઉમિયાચોક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, ભડિયાદ નજીક તા 19/2 ના રોજ તાજમહંમદભાઈની હત્યા કરી નાખવામાં આવી હતી તે દિવસે મોડી રાતે ખાનગી વાહનમાં તેની લાશને શિવાય કોલ નામનું પીપળી અને બેલા ગામની વચ્ચે બંધ પડેલ કારખાનું આવેલું છે ત્યાં લઈ ગયા હતા અને ત્યાં જમીનમાં ખાડો ખોદીને તેમાં તાજમહમદભાઈની બોડીને મૂકી હતી અને લાકડા ઉપર ડીઝલ જેવો જવલંતશીલ પદાર્થ છાંટીને બોડીને સળગાવી નાખી હતી. આટલુ જ નહીં ખાડો બુરવા માટે ઉપર માટી નાખી હતી અને પછી સિમેન્ટથી ધાબુ કરીને પુરાવાનો નાશ કર્યો હતો.