ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી નજીક સફાઈ કામ કરતી મહિલાને કાર ચાલકે હડફેટે લેતા કમરમાં ફ્રેકચર-ગુપ્ત ભાગે ઇજા


SHARE











મોરબી નજીક સફાઈ કામ કરતી મહિલાને કાર ચાલકે હડફેટે લેતા કમરમાં ફ્રેકચર-ગુપ્ત ભાગે ઇજા

મોરબીના સનાળા ગામની રાજપર ચોકડીથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર સફાઈ કામ કરતા મહિલાને અલ્ટો કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને કમરના ભાગે ફેક્ચર તથા ગુપ્ત ભાગે ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીમાં જેલ ચોક સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા સંગીતાબેન કાનજીભાઈ ઝાલા (38) નામના મહિલાએ કાર નંબર જીજે 36 એફ 9655 ના ચાલક દિલીપભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ સનાળા ગામની રાજપર ચોકડીથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર સફાઈ કરતા હતા દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળી અલ્ટો ગાડીને બેફિકરાયથી ચલાવી હતી અને ફરિયાદીને હડફેટે લેતા તેઓને શરીરે છોલછાલ જેવી ઈજા થઈ હતી તેમજ કમરના ભાગે ફ્રેક્ચર અને ગુપ્ત ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

યુવાનને પત્નીએ મારમાર્યો

મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ કરસનભાઈ રાઠોડ (40) નામના યુવાનને તેની પત્નીએ ઈંટ મારી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

યુવાન સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતો કૈલાશ બાલુસિંગ રાવત (26) નામનો યુવાન કામ દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે ટકાયો હતો જેથી તેને જા થઇ હતી માટે ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

સાપ કરડી ગયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ એલવી સિરામિક ખાતે રહેતા નરેશ ગુર્જર (35) નામના યુવાનને સા કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News