મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું


SHARE













હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું

હળવદના સરંભડા ગામે વાડીએ મજૂરી કામ કરતો યુવાન મોબાઇલમાં રિલ્સ જોતો હતો અને મજૂરી કામ બરાબર કરતો ન હતી જેથી તેની માતાએ તે યુવાનને ઠપકો આપ્યો હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તે યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં કેશવલાલ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રવિભાઈ શંકરભાઈ નાયક (25) નામના યુવાને વાડીની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ માન્યાભાઈ શંકરભાઈ નાયક (23) રહે. હાલ સરંભડા ગામની સીમ મૂળ રહે. એમપી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન મોબાઇલમાં રીલસો જોતો હતો અને મજૂરી કામમાં બરાબર કરતો ન હતો જેથી તે યુવાનને તેની માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે વાડીની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાર્ટ એટેકથી મોત

મોરબીમાં આવેલ ઉમાટાઉનશીપ ખાતે રહેતા રામજીભાઈ જાદવજીભાઈ ઉઘરેજા (85) પોતે પોતાના ઘરે હતા દરમિયાન હાર્ટ એટેકથી તેઓનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News