ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ


SHARE











મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ

મોરબી શહેરના વિકાસમાં નવું છોગું ઉમેરતા મોરબી મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ "કેસરબાગ" સ્માર્ટ પાર્કની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું ૨૫% જેટલું ભૌતિક કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટમાં વહીવટી સરળતા માટે વોર્ડ ઓફિસ અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે આધુનિક બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં નવી કમ્પાઉન્ડ વોલ અને સુરક્ષા કેબિનનું પાયાનું કામ તેમજ સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક પૂર્ણતાના આરે છે. તેમજ સ્ટોન વોક-વે અને ડ્રેનેજ સિસ્ટમ માટેનું માર્કિંગ અને લેવલિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અને હરિયાળી માટે ડ્રિપ ઈરિગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમ માટેની પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આગામી તબક્કામાં યોગા એરિયાનું ફ્લોરિંગ, બાળકો માટેના પ્લે-ગાર્ડન ઇક્વિપમેન્ટ્સની ફિટિંગ અને પ્રતિમા સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ મેટલ બેન્ચીસ અને સુશોભિત વૃક્ષોના વાવેતરની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ મોરબીવાસીઓને એક જ સંકુલમાં વહીવટી કામગીરી, વાંચન અને માનસિક શાંતિ માટેનું શ્રેષ્ઠ સ્થળ પ્રાપ્ત થશે.






Latest News