ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ


SHARE











મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં મહેસાણાના વ્યક્તિને નીચેની કોર્ટે સજા કરી હતી જે હુકમને સેસન્સ કોર્ટે કાયમ રાખ્યો છે અને દિન ૧૫ માં સરન્ડર થાવાનો હુકમ કર્યો છે.

કેસની હકીકત એવી છે કે, ફરીયાદી જીગરકુમાર અતૃતલાલ દરજી તથા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરી બંને મહેસાણાના વતની હતા. અને બંન્ને વર્ષોથી સબંધ હતા. જેથી આરોપી રમેશભાઈએ ફરીયાદી જીગરભાઈ તથા તેના માતા પાસેથી વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધેલ હતા ત્યારબાદ સમય વીતતા ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી રકમની માંગણી કરતા જેથી આરોપીએ કહેલ કે અમો તમોને ટુકડે ટુકડે ચુકવી આપીશ તેવો વિશ્વાસ આપેલ હતો જેથી આ મુજબ ફરીયાદી તથા આરોપી વચ્ચે સમજૂતી કરાર થયેલ હતો અને તે કરાર મુજબ આરોપીએ ચાર ચેક ફરીયાદીને આપેલ હતા

તે ચેકો પૈકી એક ચેક ૪ લાખનો તા.૨૫/૬/૨૦૧૯ નો, એક ચેક ૩.૫૦ લાખ નો તા.૨૫/૧૨/૧૯ નો આપેલ હતા જે ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા ચેક વણચુકવ્યો પરત થતા ફરીયાદી જીગરભાઈ ચેક રીર્ટનનો કેસ ફો.કે.ન.૫૩૮૮/૧૯ અને ફો.કે.નં.૧૬૭૨/૨૦ કરેલ જે કેસ નીચેની કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક કેસમાં અઢાર માસની સજા અને એક કેસમાં એક વર્ષની સજા તથા ડબલ રકમ અને ૯ ટકા વ્યાજ સહીત ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો.

આ હુકમની સામે આરોપી રમેશભાઈ ચૌધરીએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ ફોજદારી અપીલ નં.૧૧૯/૨૫ અને ૧૨૯/૨૫ અપીલ દાખલ કરેલ હતી અને જે અપીલ ચાલી જતા મુળ ફરીયાદીની દલીલ તેમજ રજુ કરેલ દસ્તાવેજી પુરાવા તેમજ ચુકાદાઓ ધ્યાને લઈને આરોપીની અપીલ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા અપીલ રીજેકટ કરી સજાનો હુકમ કાયમ રાખેલ છે અને સજા ભોગવવા માટે દિન-૧૫ માં આરોપીને નામદાર નીચેની કોર્ટમાં સરન્ડર થવાનો હુકમ કરેલ છે આ બંન્ને અપીલ કેસમાં મુળ ફરીયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.






Latest News