મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

“સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ”: મોરબીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન


SHARE











સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ”: મોરબીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

વર્તમાન સમયમાં મોંઘવારી વધી રહી છે ત્યારે સામાન્ય પરિવારના લોકોના ઘરના બજેટ વિખાઈ ગયા છે જેથી મોંઘવારીને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખની આગેવાની હેઠળ મોરબીમાં શાક માર્કેટ ચોકથી નગર દરવાજા સુધી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે “સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ” જેવા સૂત્રોચ્ચાર કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજનની આગેવાની હેઠળ બુધવારે મોરબીમાં મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યારે મોરબીમાં શાક માર્કેટ ચોકથી નગર દરવાજા સુધીની રેલી યોજવામાં આવી હતી ત્યારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કોંગ્રેસની સરકાર હતી ત્યારે 300થી 400 રૂપિયામાં ઘરના રાંધણ ગેસના બાટલા મળતા હતા જે આજની તારીખે 900 રૂપિયાને પાર થઈ ગયા છે અને આ ઉપરાંત ઘર વખરીની તથા જીવન જરૂરિયાતથી દરેક વસ્તુઓમાં વધારો કરવામાં આવેલ છે. જેથી સામાન્ય લોકોના ઘરના બજેટ વીખાઈ ગયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના આગેવાનોએ “સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખએ જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસની કેન્દ્રમાં સત્તા હતી ત્યારે ભાજપના સ્મૃતિ ઈરાની સહિતના મહિલા આગેવાનો ગેસના બાટલા લઈને વિરોધ કરતા હતા પરંતુ આજે 900 રૂપિયા જેવો ભાવ એક ગેસના બટલાનો થઈ ગયો છે છતાં પણ ભાજપ દ્વારા મોંઘવારીને લઈને કશું બોલવામાં આવતું નથી અને સામાન્ય લોકોને પોતાના ઘર ચલાવવા પણ મુશ્કેલ બની ગયા છે જેથી સરકાર દ્વારા મોંઘવારીને ઘટાડવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આ તકે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનો અને મહિલાઓ હાજર રહી હતી.






Latest News