વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

હળવદ: છોકરી સાથેના પ્રેમસબંધથી જાણ થઈ જતાં પિતાએ ઠપકો આપતા યુવાને કેનાલમાં ઝંપલાવ્યુ-મોત


SHARE











હળવદ: છોકરી સાથેના પ્રેમસબંધથી જાણ થઈ જતાં પિતાએ ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત

ધાંગધ્રાના જુના ઘનશ્યામગઢ ગામે રહેતા યુવાનને છોકરી સાથે પ્રેમસંબંધ હતો અને તે બાબતની યુવાનના પિતાને જાણ થઈ હતી જેથી તેઓએ યુવાનોને ઠપકો આપ્યો હતો અને આ બાબતે લાગી આવતા યુવાને હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રાના જુના ઘનશ્યામગઢ ગામના રહેવાસી અભી ઘનશ્યામભાઈ કૈલા (22) નામના યુવાને હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પોતે પોતાની જાતે ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા ઘનશ્યામભાઈ ગાંડાભાઇ કૈલા (54)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ તરીકે પાસ જી.એચ.જીડીયા દ્વારા કરવામાં આવી હતી. જો કે, પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તે અંગેની મૃતક યુવાનના પિતાને જાણ થઈ ગઈ હતી જેથી તેઓએ યુવાનને ઠપકો આપ્યો હતો અને તે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધેલ છે તેવું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂનો આથો ઝડપાયો

માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નસરુદ્દીન ઈશાકભાઈ જેડા રહે. નવાગામ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News