મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

યુધ્ધની ગંભીર અસર: વાંકાનેરના સરતાનપર ગામ પાસે સીરામીક કારખાનામાં મજૂરી કરતાં યુવાને રોજગારીના ટેન્શનમાં જીવન ટુકાવ્યું


SHARE











યુધ્ધની ગંભીર અસર: વાંકાનેરના સરતાનપર ગામ પાસે સીરામીક કારખાનામાં મજૂરી કરતાં યુવાને રોજગારીના ટેન્શનમાં કર્યો આપઘાત

વાંકાનેરના સરતાનપર ગામની સીમા આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી અને યુધ્ધની અસરના લીધે ગેસ મળી રહ્યો નથી જેથી કરીને સિરામિકના કારખાના બંધ થઈ રહ્યા છે ત્યારે રોજગારી મળવાનું ટેન્શન તે યુવાનને થવા લાગ્યું હતું જેથી તે યુવાનને પોતે પોતાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ ઇટાલીનો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો શોભીત બસંતાભાઇ (22) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર.બેરાણી દ્વારા કરવામાં આવી હતી અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને હાલમાં સીરામીક કારખાના બંધ થઈ રહ્યા છે ત્યારે આ યુવાનને રોજગારી ન મળવાનું ટેન્શન થતા તેને મનોમન લાગી આવ્યું હતું જેથી યુવાને પોતાની જાતે લેબર કવાર્ટરમાં અંતિમ પગલું ભરી લીધેલ છે તેવું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા મનોજભાઈ બચુભાઈ ગોસાઈ (38રહે. નાની વાવડી ગાયત્રી સોસાયટી મોરબી વાળો મળી આવતા પોલીસે 700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધાયો છે






Latest News