મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપરના રેલ્વે બ્રિજ ઉપર બંધ પડેલા ડમ્પરને પાછળથી રિવર્સમાં ધક્કો મારતા ડમ્પર વચ્ચે આવી જવાથી યુવાનનું મોત


SHARE











માળીયા (મી)ના હરીપરના રેલ્વે બ્રિજ ઉપર બંધ પડેલા ડમ્પરને પાછળથી રિવર્સમાં ધક્કો મારતા ડમ્પર વચ્ચે આવી જવાથી યુવાનનું મોત

મોરબી કંડલા હાઈવે રોડ ઉપર આવેલ હરીપરના રેલવે બ્રિજ પાસે બંધ પડેલા ડમ્પરને ચાલુ કરવા માટે બીજા ડમ્પરથી ઠાઠાના ભાગે ધક્કો મારતી વખતે ડમ્પરના ચાલકે બેફિકરાથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું ત્યારે બે વાહનની વચ્ચે યુવાન આવી ગયો હતો જેથી તેને માથામાં પાછળના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીકળ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ હરિયાણાના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરતા નરેન્દ્રકુમાર જગદીશભાઈ ખાતી (47)એ ડમ્પર નંબર એચઆર 69 8680 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી કંડલા હાઇવે રોડ ઉપર આવેલ હરીપર રેલવે બ્રિજ ઉપર ડમ્પર નંબર એચઆર 69 7301 બંધ થઈ ગયું હતું જેથી કરીને તેને આરોપીના હવાલા વાળા ડમ્પરથી પાછળથી ધક્કો મારીને ચાલુ કરવા માટેનો પ્રયત્ન કરતા હતા દરમિયાન બંધ પડેલા ડમ્પર અને આરોપીના ડમ્પર વચ્ચે સંજય ભૈયારામ કશ્યપ (46) રહે. હરિયાણા વાળો આવી જતા તેને માથા તથા છાતીમાં ગંભીર ઈજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોબાઈલ ફોનની ચોરી

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ જીવરાજભાઈ વિરમગામા (33)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લતિપર ચોકડી પાસે ફરિયાદી તથા તેમના કાકા રમેશભાઈ વિરમગામા ઉભા હતા દરમિયાન ફરિયાદીનો મોબાઇલ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો જેથી 10 હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News