વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયામાં બ્લોક નં. એમ-365 માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા કાનજીભાઈ મોહનભાઈ મકવાણા (50) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશનથી આગળ ભડીયાદ કાંટા નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 275 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુકેશભાઈ ડાયાભાઈ રાઠોડ (25) રહે. ભડીયાદ કાંટે જંગલેશ્વર મંદિર પાસે મોરબી વાળાની સામે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

બાળકી સારવારમાં

મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે મુસ્કાન ઝાકીરભાઇ (11) નામની બાળકીને તેના પિતાએ માથાના ભાગે છરી મારી હતી જેથી કરીને ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

યુવાનને માર માર્યો

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ સેરસિયા (35) ને બેલા ગામ પાસે આવેલ રેન્જ સીરામીક નજીક મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News