મોરબીમાં રહેતા યુવાને દીકરીને ઓનલાઈન કલાસમાં શિક્ષણ માટે પેમેન્ટ કરાવતા 11 હજારની છેતરપિંડી
SHARE
મોરબીમાં રહેતા યુવાને દીકરીને ઓનલાઈન કલાસમાં શિક્ષણ માટે પેમેન્ટ કરાવતા 11 હજારની છેતરપિંડી
મોરબીમાં રહેતા યુવાને તેની દીકરીના અભ્યાસનુ સ્તર સુધારવા માટે Oda class નામની મોબાઇલ એપ્લીકેશનમાં 11,000 રૂપિયા ઓનલાઈન ભરીને એનરોલમેન્ટ કરાવેલ હતું જો કે, પેમેન્ટ અપડેટ બતાવતું ન હતું જેથી કરીને યુવાનને યુવાનની સાથે ફ્રોડ કરવામાં આવ્યું હોય હાલમાં તેને વાંકનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે 11,000 ની છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીમાં ઘુનડા રોડ ઉપર આવેલ મા હાઇટસ એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલ પ્રહલાદરાય ગોળ (45) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે Pigeon Education Tecnology કંપનીની Oda class નામની મોબાઇલ એપ્લીકેશનના જવાબદાર વ્યક્તિઓ જેમા મોબાઈલ નંબર 9035407065 અને 8123228464 સીમકાર્ડનો ઉપયોગ કરનાર, UPI ID & lt;paytm-49512935@paytm> નો ઉપયોગ કરનાર તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2024 ના જુલાઇ મહિનામાં ફરીયાદીની દિકરી ધો. 8 માં ભણતી હતી જેથી તેના અભ્યાસનુ સ્તર સુધારવા માટે ફરીયાદીએ તેમના મોબાઇલ નંબર 9988984123 ઉપર Pigeon Education Tecnology કંપનીની Oda class નામની મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી અને તેમાં ફરીયાદીએ બે વખત UPI ID <9978984123@PAYTM> ઉપરથી રૂપિયા 49 ઓનલાઇન પેમેન્ટ કરી કોર્ષ કરાવેલ હતો ત્યાર બાદ ફરીયાદીએ તા.6/4/24 ના રોજ UPI ID <odaclass.rzp @mairtel> ઉપર રૂપીયા 1000 માસ્ટર કોર્ષમાં એનરોલમેન્ટ કરાવેલ હતો અને બાદમાં તા. 8/4/24 થી શરૂ થતી બેંચ માટે આરોપીઓએ ફરીયાદીને લીંક આપેલ હતી અને Oda class નામની મોબાઇલ એપ્લીકેશનમાં પેમેન્ટ કરવા જણાવ્યુ હતું જો કે, ફરીયાદીએ કોઇપણ પ્રકારનુ પેમેન્ટ કરેલ નહી.
ત્યાર બાદ આ કામના આરોપીઓએ ફરીયાદીને અગાઉ પેમેન્ટ માટે જે લીંક આપેલ હતી અને તેમાં ફરીયાદીએ અગાઉ રૂપીયા 49 નુ પેમેન્ટ કર્યું હતું તે બતાવતુ હોવાથી ફરીયાદીને વિશ્વાસમાં લઈને તા 7/4/24 ના રોજ આરોપીની Oda class નામની મોબાઇલ એપ્લીકેશનમાં UPI ID <paytm-49512935@paytm> ઉપર રૂપીયા 11,000 ઓનલાઇન પેમેન્ટ કરેલ હતું અને ફરિયાદીની દિકરીનુ અભ્યાસ માટે એનરોલમેન્ટ કરાવ્યુ હતું જો કે, Oda Class મોબાઇલ એપ્લીકેશનમાં ફરીયાદીની દીકરીનું એનરોલમેન્ટ થયાનું ન હતું અને 11,000 નું પેમેન્ટ અપડેટ બતાવતું ન હતું જેથી ફરિયાદી આરોપીને અવાર નવાર ફોન કરતા આરોપીઓએ જવાબ આપવાનુ ટાળ્યું હતું જેથી ફરીયાદી સાથે ફ્રોડ કરવામાં આવ્યું હોય આરોપીઓએ પોતાની ઓળખ છુપાવીને આર્થિક મેળવીને ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને ખોટા નામ ધારણ કરીને ઠગાઇ કરેલ છે જેથી કરીને હાલમાં વાંકનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે 11,000 ની છેતરપીંડીની આઇ.પી.સી. કલમ 406, 419, 114 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 66 (ડી) મુજબ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.