મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત


SHARE







હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત

હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉંના કટર મશીન ઉપર પાછળના ભાગેથી ચડેલ યુવાન કોઈપણ કારણોસર ઉપરથી પસાર થઈ રહેલ ઇલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી ગયો હતો જેથી તેને ઇલેક્ટ્રીક શોટ લગતા તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ પંજાબના રહેવાસી અને હાલમાં હળવદના નવા વેગડવાવ ગામની સીમમાં ખુલ્લા પ્લોટમાં રહેતા નવદિપસિંઘ બચીતરસિંઘ જાટ (20) નામનો યુવાન નવા વેગડવાવ ગામે ત્રિભોવનભાઈ જહાભાઈ સોનાગ્રાના ખેતરમાં હતો અને ઘઉં કાપવાના કટર મશીન ઉપર પાછળના ભાગથી ચડ્યો હતો ત્યારે કોઈ કારણોસર ઉપરથી પસર થતી ઈલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી જતા તે યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તરણજીતસિંઘ બલકારસિંઘ જાટ (43) રહે. મુનાવાન ગામ પંજાબ વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આંબેડકર હોસ્ટેલ નજીક રહેતા નરેશભાઈ ગાંગીયા (40) નામના યુવાનને કુબેર ટોકીઝ પાસે આવેલ વિશાલ ફર્નિચર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News