મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ પાસે ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લઈને કચડી નાખતા અજાણ્યા યુવાનનું મોત


SHARE











મોરબીના શનાળા ગામ પાસે ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લઈને કચડી નાખતા અજાણ્યા યુવાનનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર નવી બનતી મેડિકલ કોલેજ સામેથી ચાલીને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાને ટ્રક કન્ટેનરમાં ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં રસ્તા ઉપર ટકાયેલા અજાણ્યા યુવાનનો કમરથી નીચેનો ભાગ ટ્રક કન્ટેનરની નીચે કચડાઈ ગયો હતો જેથી કરીને અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સનાળા ગામે આવેલ નીતિનનગરમાં રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા (38) હાલમાં કન્ટેનર નંબર જીજે 39 પી 1603 ના ચાલક દિનમહદ હુસેનભાઇ રજા (૩૭) રહે.રૂદ્રપુર ઉત્તરપ્રદેશ વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર નવી બની રહેલ મેડિકલ કોલેજ પાસેથી અજાણ્યો 30 વર્ષનો યુવાન રોડ સાઈડમાં ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેને હડફેટે લેતા તે યુવાન રસ્તા ઉપર નીચે ટકાવ્યો હતો અને ત્યારબાદ તેના કમરથી નીચેના ભાગ ઉપરથી ટ્રક કન્ટેનરના ટાયર ફરી જવાના કારણે તે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક સ્લીપ

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા જાડેજા મહાવીરસિંહ રવુભા (30) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે રણજિત પૂર્ણચંદ્ર નામના વ્યક્તિએ ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News