મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા: માળીયા (મી) નજીક અકસ્માત થતાં કારમાં નુકશાન


SHARE







મોરબીના વજેપરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા: માળીયા (મી) નજીક અકસ્માત થતાં કારમાં નુકશાન

મોરબીના વજેપર વિસ્તારમાં જુગારની રેડ કરી હતી ત્યારે ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 2700 રૂપિયાની રોકડ સાથે તેને પકડીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વજેપર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વજેપરના ખૂણા પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રફીકશા નથુશા શાહમદાર (36) રહે. મકરાણીવાસ મોરબી અને સાહિલભાઈ યુસુફભાઈ ભાણુ (26) રહે. વાઘપર મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 2700 રૂપિયાની રોકડ સાથે તેને ઝડપી લીધા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

કારમાં નુકશાનની ફરિયાદ

રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ રાજપથ સીએસ્ટા ખાતે રહેતા હિમાંશુભાઈ જગદીશભાઈ વિરોજા (25)એ હાલમાં બોલેરો ગાડી નંબર જીજે 12 સિટી 6061 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ શહેનશાહ વલીના દરગાહના પાટીયા પાસેથી તેઓ પોતાની આઈ 10 કાર નંબર જીજે 36 એ3019 લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી બોલેરો ગાડીના ચાલકે તેઓની કારમાં બોલેરો ગાડી અથડાવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીની કારમાં નુકસાની થઈ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News