મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલો: મોરબીમાં રાજકોટના બે સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો, 4.51 લાખનો મુદામાલ કબ્જે


SHARE









પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલો: મોરબીમાં રાજકોટના બે સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો, 4.51 લાખનો મુદામાલ કબ્જે

કચ્છ બાજુથી  માળીયા થઈને મોરબી તરફ આવી રહેલા વાહનામાં ક્રૂરતાપૂર્વક અબોલજીવને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે તેવી માહિતી મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેથી વાહનની વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબના વાહનનો પીછો કરીને મોરબીની દલવાડી ચોકડી પાસે અશોક બડા દોસ્ત ગાડીને રોકીને પોલીસની હાજરીમાં ચેક કરી હતી ત્યારે તેમાંથી કતલખાને લઈ જવાતા 17 પાડા મળી આવ્યા હતા જેથી પાડા અને વાહન મળીને 4.51 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 5 શખ્સોની સામે ગુનો નોંધાયો છે.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાને બાતમી મળી હતી કે, કચ્છથી મીતાણા બાજુ કતલ કરવાના ઇરાદે 17 અબોલજીવને અશોક બડા દોસ્ત ગાડી નંબર જીજે 36 વી 3801 ગાડીમાં ભરીને લઈ જવામા આવી રહ્યા છે જેથી કરીને ગૌરક્ષકની ટિમ દ્વારા વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબની ગાડીનો પીછો કરીને મોરબી બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રોકવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 17 પાડા મળી આવ્યા હતા જેથી કરીને વાહન ચાલકની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું અને કચ્છથી ભરેલા અબોલજીવને રાજકોટ ભાવિન પટેલને ત્યાં અને તેનો સાથી અરમાન અને આશિફ રહે. રાજકોટ ઉતારવાના હતા અને તે બંને સાથે પોત પોતાની ગાડી લઈને પાયોટીંગ આપતા  હતા અને જે પૈકીની એક કાર ભાવિન પટેલ અને બીજી કાર અરમાન ચલાવી રહ્યો હતો જે તે સમયે પોલીસે પાડા ભરેલા વાહન સાથે અનવર સલીમભાઈ શેખને પકડીને 51 હજાર રૂપિયાની કિંમતના પાડા તથા 4 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 4,51,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ બનાવ સંદર્ભે મોરબીના પીપળી ગામે રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયામોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનવર સલીમભાઈ શેખ રહે. રણછોડનગર મોરબી, ફરહાન ઉર્ફે તોફિક અનવરભાઈ પીલુડિયા રહે. ટંકારા, અરમાન કુરેશી રહે. રાજકોટ, સાહિલ કુરેશી રહે.રાજકોટ તથા ભાવિનભાઈ ઘનશ્યામભાઈ પટેલ રહે.રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News