મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી


SHARE







મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના તળાવ પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગામના લોકોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક યુવાન મોરબીના વીરપરડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી નજીકના ગોર ખીજડીયા ગામે આવેલ તળાવ પાસેથી શનિવારે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગામના લોકોએ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી ત્યાર બાદ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી મૃતક વ્યક્તિના મૃતદેહ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને મૃતક યુવાન મોરબી તાલુકાના વીરપરડા ગામનો મુસાભાઇ આહમદભાઈ સુમરા (35) વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની વનાળીયા ગામે રહેતા ઈમ્તિયાઝભાઈ ઓસમાણભાઈ સુમરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News