મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે કારખાનાની પાછળના ભાગમાં આવેલ નર્મદાની કેનાલમાં કોઈ કરણોસર યુવાન પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના કણબીપરામાં રામજી મંદિર પાસે રહેતા જયસુખભાઈ દુદાભાઈ વિઠલાપરા (45) રણજીતગઢ ગામે હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ અશ્વશક્તિ રોટાવેટરના કારખાનાની પાછળના ભાગમાં આવેલ નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પત્ની ગીતાબેન જયસુખભાઈ (37) રહે. કણબીપરા હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News