મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદ અને મોરબીમાં દારૂની 3 રેડ: 96 બિયરના ટીન અને દારૂની નાની 89 બોટલ કબ્જે, 3 આરોપી ઝડપાયા


SHARE









હળવદ અને મોરબીમાં દારૂની 3 રેડ: 96 બિયરના ટીન અને દારૂની નાની 89 બોટલ કબ્જે, 3 આરોપી ઝડપાયા

હળવદ શહેરમાં જુદી જુદી બે જગ્યા ઉપર તથા મોરબી ના લાતી પ્લોટ વિસ્તારમાં દારૂની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે 96 બિયર ના ટીન તથા દારૂની નાની 89 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ સાથે આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

હળવદમાં આવેલ વેગડવાવ ફાટક પાસે ઇસનપુર રોડ ઉપરથી આઈ -20 કાર નંબર જીજે 1 કેબી 5656 પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી બિયરના જુદી જુદી બ્રાન્ડના 96 ટીન મળી આવ્યા હતા તથા દારૂની નાની 50 બોટલ મળી આવી હતી જેથી કરીને દારૂ અને બિયરનો જથ્થો તથા કાર મળીને 2,24,200 ની કિંમતમાં મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને આરોપી ધ્રુવ ઠાકરશીભાઈ પરમાર (19) તથા ધ્રુમિત જેન્તીભાઈ સોનાગ્ર (19) રહે. બન્ને સ્વામિનારાયણ નગર હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તે બંને સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો હળવદના સરા નાકા પાસે આવેલ જય પાન નજીક શેરીમાં જાહેરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 9 બોટલ સાથે એક શખ્સ મળી આવેલ હોય પોલીસે 900 રૂપિયાની કિંમતમાં દારૂ કબજે કર્યો હતો અને આરોપી રોહનભાઈ જીગ્નેશભાઈ રાવલ (19) રહે. સરા નાકા જયપાન સામે હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

મોરબીના લાતી પ્લોટ શેરી નં-6 ના નાકા પાસે આવેલ ખોડીયાર ટ્રાવેલ્સ ની બાજુમાં એ ડિવિઝન પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 30 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 5400 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે પિયુષ ઉર્ફે ભૂરો નવઘણભાઈ ખીટ (18) રહે. ભગવતી પરા વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News