મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામેથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો


SHARE







હળવદના રણજીતગઢ ગામેથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો

હળવદમાં રણજીતગઢ ગામે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા અરવિંદભાઈ થોભણભાઈ સોનગરા (44) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આકાશ જયેશભાઈ ચૌહાણ રહે. રતનપર સોમનાથ ચોક રામાપીરની ટેકરી પાસે સુરેન્દ્રનગર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની સગીર વયની દીકરી દર્શનાનું આરોપી દ્વારા અપહરણ કરવામાં આવેલ છે જેથી કરીને સગીરાના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

વરલી જુગારની બે રેડ
મોરબીના સોઓરડી વિસ્તારમાં વરીયા મંદિર નજીક જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા મકસુદભાઈ મુસાભાઇ ચૌહાણ (37) રહે સોઓરડી મોરબી વાળો મળી આવતા પોલીસે 900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધાયો છે જ્યારે મોરબીના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોરા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી સુરેશભાઈ પ્રેમજીભાઈ છેલણીયા (40) રહે. ગોકુલનગર મકનસર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 240 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News