મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદના દેવીપુર ગામના પાટીયા પાસે ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE









હળવદના દેવીપુર ગામના પાટીયા પાસે ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

હળવદ તાલુકાના દેવપુર ગામના પાટીયા પાસે આવેલ ગ્રો એગ્રો સામેથી પસાર થઈ રહેલા યુવાને ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા યુવાનને માથા અને શરીરને ગંભીજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતુ અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે મેલડી માતાજીના મંદિર પાસે રહેતા જગાભાઈ દેવાભાઈ ગોતર (47)એ હાલમાં ટ્રક ટેન્કર નંબર jije 39 એ 4481 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ તાલુકાના દેવીપુર ગામના પાટીયા પાસે આવેલ ગ્રો એગ્રો સામેના ભાગમાંથી ફરિયાદીના કાકાના દીકરા મુન્નાભાઈ ગત તા 23/2 ના રોજ વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને ટેન્કરના ચાલકે હડફેટે લેતા ફરિયાદીના કાકાના દીકરાને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ટેન્કરનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News