સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે


SHARE











મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી સંદર્ભે મોરબી શહેરમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં મહિલા શક્તિ દ્વારા ચાલતી સંસ્થાઓ તેમજ પોતાના અનોખા સેવા કાર્યો તેમજ આગવા યોગદાનને લીધે સફળતાના શિખરો સર કરતા મહિલાઓના સન્માન માટે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના 28 જેટલા મહિલાઓનું વિશેષ સન્માન મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહિલા હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિત રહેશે. અને સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલાએ તેમની યાદીમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમારા ઇમિડીયેટ પાસ્ટ નેશનલ ચેરપર્સન સ્વર્ગસ્થ શ્રીમતી આશાબેન હિતેશભાઈ પંડ્યા કે જેઓને ઉદ્ગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ એમ્પાવરમેન્ટ માટેનો વિશેષ એવોર્ડ પણ અપાયેલ હતો અને તેઓએ ઇન્ડિયન લાયન્સ ક્લબના વિકાસ માટે  પોતાનો અમૂલ્ય ફાળો આપેલો હતો તેમની યાદમાં એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા. 8 મી માર્ચના રોજ સનાળા રોડ પર આવેલ હોટલ અતિથિના બેન્કવેટ હોલમાં સવારે 10:00 વાગ્યે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આ ઉપરાંત પોતાનો સ્વતંત્ર બિઝનેસ અને ઘર તેમજ બાળકોની જવાબદારી સંભાળતા સંભાળતા વર્ષ 2017 થી જેઓ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા થતી તમામ પ્રવૃત્તિઓમાં સતત દોડતા એવા તમામે તમામ મેમ્બરોને હાલના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તરફથી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.






Latest News