મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

મોરબી શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓના આરોગ્ય જાગૃતિ માટે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને સ્વસ્તિક વુમન્સ હોસ્પિટલ-મોરબીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ડૉ.ડિમ્પલ વિરમગામા (એમ.એસ.ગાયનેક) દ્વારા મહિલાઓ માટે ગાયનેકોલોજી સંબંધિત તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. ડૉ.ડિમ્પલ વિરમગામા પ્રસૂતિગૃહ, સ્ત્રીરોગ તથા સોનોગ્રાફી સેન્ટર સાથે સંકળાયેલા નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. કેમ્પ દરમિયાન મહિલાઓ માટે ગાયનેકોલોજી કન્સલ્ટેશન, વુમન્સ હેલ્થ ફિઝીયોથેરાપી, બેસિક હેલ્થ ચેક-અપ, માસિક અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન, ગર્ભાવસ્થા, PCOS તથા મેનોપોઝ સંબંધિત સલાહ તેમજ પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સેલિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે.

આ કેમ્પ તા. ૮ માર્ચ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ત્રીજો માળ, નિલકંઠ પ્લાઝા-૨, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલા સોસાયટી પાસે, મોરબી ખાતે યોજાશે. આ આયોજનમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી, મોરબી તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝીયોથેરાપીસટ્સ વુમન સેલ (IAPWC), રાજકોટ બ્રાન્ચ, ગુજરાતનો સહયોગ પ્રાપ્ત થયો છે. મોરબી તથા આસપાસની મહિલાઓને કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે અને વધુ માહિતી અથવા એપોઇન્ટમેન્ટ માટે મો. ૯૫૧૨૪ ૧૦૦૯૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News