સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો


SHARE











મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો

મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને સ્ટ્રીટ લાઈટોથી પ્રકાશિત બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટ સાથે નવા પોલ સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત શનાળાથી ઘુનડા રોડ પર સ્ટ્રીટ લાઈટ સાથે પોલ સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં મહેન્દ્રનગરથી પીપળી રોડ સુધી મહાનગરપાલિકા હદ વિસ્તાર સુધી તથા શનાળા સર્કલથી રાજપર રોડ મહાનગરપાલિકા હદ સુધી સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કામગીરી ચાલુ છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી શહેરને વધુ પ્રકાશિત બનાવવામાં આવશે, જેના કારણે મોરબી શહેરની જનતાની સુખાકારીમાં વધારો થશે.

ઉપરાંત, ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મણીમંદિર તથા ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગ સ્થાપિત કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.






Latest News