મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું


SHARE







મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું

મોરબીના ઐતિહાસિક 'સૂરજબાગ'ના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૩૦ ટકા જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં શહેરીજનોને આ આધુનિક સુવિધા સાથે સજ્જ બાગનું નવું નજરાણું મળશે.

મોરબી શહેરની શાન ગણાતા વર્ષો જૂના સૂરજબાગને આધુનિક બનાવવાનું કામ મોરબી મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ વિષે માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં આશરે ૩૦ ટકા જેટલું સિવિલ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં બગીચામાં જમીન લેવલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ બગીચામાં વોકિંગ ટ્રેકનું માળખું અને સીમાઓ નક્કી કરી દેવામાં આવી છે. તથા ડ્રેનેજ અને પાણીની લાઇનનું કામ પૂર્ણ થયું છે. જો કે, કમ્પાઉન્ડ વોલનું કામ હાલ પ્રગતી હેઠળ છે. અને હવે પછીના તબક્કામાં બાળકો માટેના પ્લે-એરિયા, બેઠક વ્યવસ્થા અને પ્લાન્ટેશન (વૃક્ષારોપણ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.






Latest News