મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં


SHARE











મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં

મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેના સ્કુટી લઇને જઇ રહેલી પ્રિયાબેન પ્રાણજીવનભાઇ ભોરણીયા (ઉ.વ. 21, રહે. ગુ.હા.બોર્ડ) ના સ્કૂટીને અજાણ્યા અલ્ટો કારના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત પ્રિયાબેનને સિવિલે સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે જેતપર રોડ રંગપર નજીક બાઇક સ્લીપ થઇ જતાં વિનોદભાઇ ભીખાભાઇ (ઉ.વ. 55, રહે. શાંતિવન સોસાયટી)ને સારવાર માટે લઇ જવાયા હતા. બાઇક પાછળથી નીચે પડી જતા રામીબેન રામજીભાઇ પટેલ (ઉ.વ. 63, રહે. દેવ એપાર્ટમેન્ટ ગોલ્ડન માર્કેટ પાછળ, રવાપર)ને સાગર હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયા હતા.

હાથ કપાઇ ગયો

વાંકાનેર હાઇવે રફાળેશ્ર્વર પાસેના રોયલ પ્લાસ્ટીક ખાતે રહીને ત્યાં મજુરી કામ કરતાં રામલાલ કૈલાશભાઇ પાંડે (ઉ.વ. 23) નામનો યુવાન યુનિટમાં કામ કરતો હતો ત્યારે ડાબો હાથ મશીનમાં આવી જતા બાવળેથી કપાઇ જતાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે લીલાપર રોડ પાંજરાપોળ નજીક બાઇકમાંથી પડી જતા ઇજા પામેલ શંકરભાઇ કેશુભાઇ ઓગણીયા (ઉ.વ. 56, રહે. યદુનંદન ગૌશાળા પાસે)ને સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. વાવડી રોડ કબીર આશ્રમની પાસે બાઇકમાંથી નીચે પડી જતા જ્યોત્સનાબેન રણછોડભાઇ  બાંભવા (ઉ.વ. 29, રહે. ગણેશનગર વાવડી રોડ)ને સારવાર માટે લઇ જવાયા હતા.

વૃધ્ધ સારવારમાં

મોરબી છાત્રાલય રોડ શ્રીકુંજ સોસાયટીમાં રહેતા જગજીવન ધનજીભાઇ ગાંભવા (ઉ.વ. 67)ને ઇજા થવા પામ્યા હોય સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે સરતાનપર રોડ, મિલેનીયમ સિરામીક નજીક મારામારીના બનાવમાં ભૂપત મોહનભાઇ ચૌહાણ (ઉ.વ. 35, રહે. ઇન્દીરાનગર) અને વિકાસ અનિલ લોરીયા (ઉ.વ. 23, રહે. કાંતિનગર માળીયા ફાટક પાસે)ને સિવિલે સારવાર માટે લઇ જવાયા હતા.

ચીટીંગમાં ધરપકડ

મોરબીના સુનિલભાઇ દોશીએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં લે-વેચ સાઇટ ઉપર ફલેટ વેચાણની જાહેરાત જોઇને ફલેટ જોવા-લેવા ગયેલ તે ફલેટ ઉપર બેંકની મોટી લોન હોવા છતાં વિશ્ર્વાસમાં લઇને ખોટો સાટાખત કરી આપ્યો હતો. જે બાબતે અગાઉ પાર્થ મુકેશ મહેતાની ધરપકડ થયેલ હતી. બાદમાં થોડા દિવસો પહેલા તેના માતા-પિતા એટલે કે મુકેશ આંબાપ્રસાદ મહેતા (ઉ.વ. 68) અને હિના મુકેશભાઇ મહેતા (ઉ.વ. 65, રહે. બંને 101-આશુતોષ હાઇટ્સ કાયાજી પ્લોટ)ને ઉપરોક્ત કેસમાં પીએસઆઇ એચ.આર.જાડેજા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

પંચાસર રોડ હનુમાન મંદિર પાસે બાઇકમાંથી પડી જતાં મૌલિક સુધીરભાઇ ભાડજા (ઉ.વ. 21, રહે. ન્યુ ચંદ્રેશનગર, શનાળા રોડ)ને સારવારમાં લઇ જવાયો હતો. જ્યારે અજાણ્યા વાહનની હડફેટે ઇજા થતાં કડવીબેન ગણેશભાઇ બારૈયા (ઉ.વ. 79, રહે. ગૌતમ સોસાયટી, આનંદ સોસાયટી પાસે)ને અને ડાકશેરી પાસે એક્ટીવામાંથી પડી જતાં જયેન્દ્રભાઇ હીરાલાલ પુજારા (ઉ.વ. 62, રહે. ડાક શેરી, ગ્રીન ચોક પાસે)ને ખાનગી હોસ્પીટલોમાં સારવાર માટે લઇ જવાયા હતા. #morbitoday #morbi






Latest News