મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં કરોડરજ્જૂના દુખાવાની પીડામાં સગીરાએ કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના નવાપરામાં કરોડરજ્જૂના દુખાવાની પીડામાં સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેર નવાપરા પંચાસર રોડ ઉપર રહેતી સોળ વર્ષની સગીરાએ ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરમાં નવાપરા પંચાસર રોડ ઉપર રહેતા રાજેશભાઈ ડાભીની ૧૬ વર્ષની દીકરી ભૂમિબેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ પી.એચ. બોરાણાની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક ભૂમિબેનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે લગભગ દોઢેક વર્ષ પહેલા ભૂમિબેનને કરોડરજ્જૂનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલમાં તેના દુખાવાની પીડાના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે

ઝેરી અસર

ટંકારા તાલુકાના ખાનપર ગામની સીમમાં વસતાભાઈ બારૈયાની વાડીરહેતા અને મજૂરી કામ કરતા ઠાકોરભાઈ નવલસિંહ ડામોરના પત્ની સારંગાબેન (ઉંમર ૨૨) ભૂલથી દવાવાળા ગ્લાસની અંદર પાણી ભરીને પાણી પી ગયા હતા જેથી તેઓને ઝેરી અસર થઇ હતી અને ઊલટીઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો અઢી વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને તેઓ સાસુ, સસરા સાથે રહે છે






Latest News