મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની આઈટીઆઈમાં ખાલી રહેતી બેઠકો પર સાતમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ


SHARE











મોરબી જિલ્લાની આઈટીઆઈમાં ખાલી રહેતી બેઠકો પર સાતમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

મોરબી જીલ્લાની સરકારી આઈટીઆઈમાં મોરબીમાળીયા-મિયાણાહળવદટંકારાતથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના એન.સી.વી.ટી, જી.સી.સી.ટી પેટર્નના કોર્ષ-વ્યવસાયોમાં પ્રવેસશત્ર ઓગસ્ટ-૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે જેમાં પ્રવેશ મેળવવા માટે સાતમા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ઓનલાઇન ભરેલા ફોર્મ આઈટીઆઈ ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૩૧-૧૨ છે.

પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  અથવા ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ.૨૦ ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી તેમાં લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે લાવવાની રહેશે.આઈટીઆઈમાં પ્રવેશ માટે તા.૩૧-૧૨ સુધી સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી પ્રવેશ કાર્યવાહી તથા માર્ગદર્શન મળશે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૬૦૧૧૦૦૬૩૮ અથવા ૯૭૧૨૧૫૭૪૧૭ ઉપર સંપર્ક કરવો.ઉમેદવારે ધો.૮ થી ૧૦ ની માર્કશીટ, પ્રયત્નનો દાખલો, શાળા છોડ્યાનુ પ્રમાણપત્રજાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય), આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબૂક પેલા પાનાની ઝેરોક્ષ, આવકનો દાખલો, બી.પી.એલ (જો લાગુ પડતું હોય) જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવ્યું છે.






Latest News