મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર
Breaking news
Morbi Today

મોરબીના મકનસર- હળવદના માનગઢમાં દારૂની બે રેડ, ૬૦ બોટલ દારૂ કબજે: એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE









મોરબીના મકનસર- હળવદના માનગઢમાં દારૂની બે રેડ, ૬૦ બોટલ દારૂ કબજે: એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે ઇંટોના ભઠ્ઠા આવેલ છે ત્યાં દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ૧૨ બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતના દારૂ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે તો હળવદ તાલુકાનાં માનગઢ ગામની કોબાવાળી સીમમા દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાથી ૪૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂને કબજે કરેલ છે અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મકનસર ગામ પાસે ઈંટોના ભઠ્ઠા નજીક દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે શક્તિસિંહ મહિપતસિંહ ઝાલાના ઈંટના ભઠ્ઠા પાસે બાવળના કાંટામાંથી ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતનો દારૃ સાથે આદિપ ઉર્ફે કાનો સવજીભાઈ થરેશા જાતે કોળી (ઉંમર ૧૯) રહે. મકનસર શક્તિ માતાજીના મંદિર પાસે વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે

હળવદ દારૂ

હળવદ તાલુકાનાં માનગઢ ગામની કોબાવાળી સીમમા દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૪૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૪,૪૦૦ ના મુદામાલને કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો મેહુલભાઇ લાભુભાઇ કોળી રહે. માનગઢ ગામ વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની સામે પ્રોહી કલમ ૬૬(૧) બી, ૬૫ એ, ઇ, ૧૧૬(બી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News