મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન-જિલ્લા કોર્ટની મુલાકાત લીધી


SHARE







મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન-જિલ્લા કોર્ટની મુલાકાત લીધી

મોરબીની જાણીતી નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને કોર્ટની મુલાકાત લીધી હતી અને આ બન્ને મુલાકાતનો ઉદ્દેશ હતો વિદ્યાર્થીઓને પોલીસ અને કાનૂની વ્યવસ્થા અંગે સંપૂર્ણ માહિતગાર કરવાનો હતો. આ તકે  વિદ્યાર્થીઓએ પ્રથમ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યાર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી મેળવી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને કાયદા પ્રણાલી સાથે જોડાયેલા અલગ-અલગ પાસાઓ વિષેની માહિતી આપી હતી. અને ત્યાર બાદ વિદ્યાર્થીઓ જિલ્લા કોર્ટમાં પહોંચ્યા હતા ત્યારે ન્યાયાધીશો અને કોર્ટ કર્મચારીઓ દ્વારા કાયદાની કાર્યવાહી, કોટૅમાં થતી કામગીરી અને ન્યાયની ઉપલબ્ધતાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજીંગ ટ્રસ્ટી બળદેવ સરસાવડીયાના માર્ગદર્શન હેઠળ નવયુગ લો કોલેજના પ્રોફેસર ડિમ્પલ મેમ અને ધ્વનિ મેમ દ્વારા કરાયું હતું.






Latest News