મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી નજીક PSI ને કચડી નાખનાર ટ્રક કન્ટેનર રેઢું મળી આવ્યું, આરોપીની શોધખોળ


SHARE















મોરબી નજીક PSI ને કચડી નાખનાર ટ્રક કન્ટેનર રેઢું મળી આવ્યું, આરોપીની શોધખોળ

મોરબી જિલ્લાના હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. પોતાનુ એક્ટિવા સ્કૂટર લઈને ફરજ ઉપરથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા દરમિયાન જાંબુડીયા ગામ પાસે ઓવરબ્રિજ નજીક ટ્રક કન્ટેનરના ચાલકે તેઓના સ્કૂટરને ટક્કર મારી હતી જેથી પીએસઆઈ તેના સ્કૂટર ઉપરથી નીચે રસ્તા ઉપર પડી ગયા હતા ત્યારે ટ્રક કન્ટેનરના તોતિંગ વ્હીલ તેઓના મોઢા સહિતના શરીર ઉપરથી ફરી ગયા હતા જેથી વાહન નીચે કચડાઈ જવાના કારણે પીએસઆઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક પીએસઆઈના દીકરાએ ટ્રક કન્ટેનરના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માત સર્જીને અધિકારીનું મોત નિપજાવનાર વાહન ચાલક નાસી ગયેલ છે જો કે, વાહન મળી આવ્યું છે જેથી આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી પ્રમાણે મૂળ ભુજના મોટા રૈયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં હેડ ક્વાર્ટર ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અને તાલુકા પોલીસ લાઇનના કવાર્ટરમાં રહેતા બી.આર. જાડેજા એકટીવા સ્કૂટર લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એકટીવા નંબર જીજે 1 પીએ 7167 ને ટ્રક કન્ટેનર નંબર આરજે 7 જીડી 1215 ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે એક્ટિવા ઉપર જય રહેલા પીએસઆઈ બી.આર. જાડેજા રસ્તા ઉપર નીચે પટકાતાં તેના માથા અને મોઢા ઉપરથી ટ્રક કન્ટેનરના તોતિંગ વ્હીલ ફરી ગયા હતા જેથી કરીને ટાયર નીચે કચડાઈ જવાથી પીએસઆઇને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જોકે અકસ્માત સર્જીને ટ્રક કન્ટેનરનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ પીએસઆઇના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા

આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક અધિકારીના દીકરા મિતરાજસિંહ ભગવાનજી જાડેજા (21)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર આરજે 7 જીડી 1215 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓના પિતાની બપોરે 12 થી રાતના 8 વાગ્યા સુધી હેડ કવાર્ટર ખાતે નોકરી હતી જેથી તેઓ પોતાની ફરજ પૂરી કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે જાંબુડીયા ગામ પાસે ઓવરબ્રિજ નજીક ટ્રક કન્ટેનરના ચાલકે તેઓના સ્કૂટરને ટક્કર મારી હતી અને ત્યાર બાદ તેના પિતા રસ્તા ઉપર પડી જતાં તેના ઉપરથી ટ્રક કન્ટેનરના ચાલકે પોતાનું વાહન પસાર કરી દેતા ગભીર ઇજા થવાથી તેઓનું મોત નીપજયું હતું વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ અકસ્માત સર્જીને નાસી ગયેલા ટ્રક કન્ટેનરના ચાલકને પકડવા માટે પોલીસે હાઇવે ઉપર તપાસ શરૂ કરી હતી તેવામાં મોરબી તાલુકાનાં ગાળા ગામ નજીક આવેલ હોટલ પાસેથી અકસ્માત સર્જનાર ટ્રક કન્ટેનર મળી આવેલ છે જો કે, તેનો વાહન ચાલક નાશી ગયેલ છે અને તે આરોપીનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓક આવી રહ્યો હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News