મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હોવાથી યુવાને જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE











મોરબીમાં પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હોવાથી યુવાને જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા યુવાને પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હતી જે બનનેથી કંટાળીને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ લાલજીભાઈ ચૌહાણ (35)એ ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના સગા સંબંધી યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરી રહેલા એમ.આર.ચૌહાણએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મૃતક યુવાનની પત્ની રિસામણે માવતરના ઘરે છે અને આર્થિક સંકડામણ પણ હતી જેથી કંટાળીને પોતે પોતાની જાતે અંતિમ પગલું ભરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને યુવાને આપઘાત કરી લેતા તેના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સાપ કરડી જતાં સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનાના લેબર કવાર્ટર પાસે વનરાજભાઈ કમાભાઈ ડામોર (23) નામના યુવાનને સા કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા ખોડાભાઈ મહાદેવભાઈ સાતોલા (33) નામનો યુવાન ખટારો લઈને માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર ગામ પાસેથી પસાર થયો હતો ત્યારે કોઈ અન્ય વાહન સાથે અકસ્માત થતા યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News