મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી: રાજપૂત ઇતિહાસ જ્ઞાન કસોટી-2025 માટે રજીસ્ટ્રેશન કરાવવા કાલે છેલ્લો દિવસ


SHARE







મોરબી: રાજપૂત ઇતિહાસ જ્ઞાન કસોટી-2025 માટે રજીસ્ટ્રેશન કરાવવા કાલે છેલ્લો દિવસ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધના 40 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તા. 6/3/2025 ને રામનવમીના પવિત્ર દિવસે મોરબીમાં રાજપૂત ઈતિહાસ જ્ઞાન કસોટીનુ આયોજન કરેલ છે. જેમાં 13 વર્ષ થી વધુ ઉંમરના મોરબી જિલ્લાના કોઈપણ રાજપૂત સમાજના ભાઇઓ તથા બહેનો ભાગ લઇ શકશે.

રાજ્ય સ્તરે પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે ઉતીર્ણ થનારને અનુક્રમે 25000, 21000 અને 15000 રૂપિયા રોકડ તથા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવશે. અને જિલ્લામાં પ્રથમ, બીજા, અને ત્રીજા નંબરે ઉતીર્ણ થનારને અનુક્રમે 5100, 3100 અને 2100 રૂપિયા નું રોકડ ઇનામ આપવામાં આવશે. કસોટી આપવા માટે જે.એમ.જાડેજા (9925248255), ઓમદેવસિંહ જાડેજા (9825620352) અને યોગીતાબા રાણા (9173192708)ના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરીને ત્યાં 31 મી માર્ચ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને કસોટીની તૈયારી માટેનુ મટીરીયલ તેમજ સ્થળ સમય અને તમામ જરૂરી માહિતી રજીસ્ટ્રેશન થયા પછી બધા જ પરીક્ષાર્થીઓને વોટસએપ પર આપવામાં આવશે. અને આ કસોટી તદન ફ્રી છે કોઇ જ ફી ભરવાની નથી. અને આ કસોટીનો હેતુ ઈતિહાસ વિશે રસ રૂચિ કેળવાય તેવો છે. તેવી માહિતી આયોજકોએ આપેલ છે.






Latest News