મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની ટીમ વઘાસિયા ગામે કારખાનેદારનો બાકી ટેક્સ વસૂલવા પહોચી


SHARE











મોરબી જિલ્લા પંચાયતની ટીમ વઘાસિયા ગામે કારખાનેદારનો બાકી ટેક્સ વસૂલવા પહોચી

વાંકાનેરના વઘાસીયા ગામ પાસે આવેલ વાઈટ હાઉસ કારખાનાનો પ્રોપટી ટેક્સ બાકી હોય તેની વસુલાત કરવા માટે તલાટી મંત્રીએ નોટિસ આપેલ છે અને ટેક્સ વસૂલ કરવા માટે ઘક્કા ખાઈ છે તો પણ ટેક્સ ભરવામાં આવી રહ્યો નથી અને જેથી આજે જિલ્લા પંચાયતની ટિમ ટેક્સની વસૂલાત માટે સ્થળ ઉપર પહોચી હતી અને ત્યારે મિકલત ધારકે સાંજ સુધીમાં ટેક્સ ભરી દેવાની ખાતરી આપેલ છે જેથી કરીને હાલમાં આગળની કાર્યવાહી કરવામાં આવેલ નથી જો કે, બાકીદાર ટેક્સ નહીં ભારે તો તેની મિલકતને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે.

નાણાકીય વર્ષ પૂરું થવાને માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા પોતાના લક્ષ્યાંકને પુરા કરવા માટે તેને બાકીદારો પાસેથી બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટેની કવાયત કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરીએ તો વાકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની તો ગ્રામ પંચાયતની હદમાં આવેલ વ્હાઇટ હાઉસ કારખાનાનો પ્રોપર્ટી ટેક્સ અગાઉનો 50 હજાર રૂપિયા બાકી હતો અને ચાલુ નાણાકીય વર્ષનો 25 હજારનો ટેક્સ આમ કુલ મળીને 75 હજાર રૂપિયાનો ટેક્સ ભરવાનો બાકી છે અને તેના માટે તેને સ્થાનિક તલાટી મંત્રી દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવેલ છે અને ટેકસની વસુલાત માટે થઈને ઘણા ઘક્કા ખાધા તો પણ ટેક્સ ભરવામાં આવેલ નથી અને જિલ્લા પંચાયતમાંથી ટેલિફોનિક સંપર્ક કરીને ટેક્સ ભરવા માટે ત્રણથી ચાર વખત કહેવામા આવ્યું તો પણ ટેક્સ ભરવામાં આવેલ નથી જેથી કરીને રવિવારે વિસ્તરણ અધિકારી પંચાયત ડેનિશભાઈ ઝાલરીયા, નાયબ ચિટનીશ વિપુલભાઈ જીવાણી અને તલાટી મંત્રી મહેશભાઇ વોરા ટેક્સની વસૂલાત માટે કારખાને પહોચ્યા હતા ત્યારે કારખાનેદાર દ્વારા સાંજ સુધીમાં વેરો ભરી દેવાનું કહ્યું હતું જેથી હાલમાં આગળની કાર્યવાહી કરવામાં આવેલ નથી જો કે, ડેનિશભાઈ ઝાલરીયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જો બાકીદાર દ્વારા ટેક્સની રકમ ભરવામાં નહિ આવે તો આગામી સમયમાં મિલકત સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવશે અને વધુમાં તેમણે કહ્યું હતું જો પંચાયતની ટેક્સ રિકવરી 80 ટકા કે તેથી વધુ કરવામાં આવે તો સરકાર તરફથી પ્રોત્સાહક ઈનામ રૂપે ગામના વિકાસ માટે રકમ આપવામાં આવે છે જેથી કરીને બાકીદારો પાસેથી ટેક્સની વસૂલાત કરવા માટે સઘન કામગીરી જિલ્લા પંચાયતની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News