મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આવતા મુખ્યમંત્રીને જમીન કોભાંડમા અધિકારીઓની મિલી ભગત સહિતના મુદે આપ દ્વારા કરાશે રજૂઆત


SHARE











મોરબીમાં આવતા મુખ્યમંત્રીને જમીન કોભાંડમા અધિકારીઓની મિલી ભગત સહિતના મુદે આપ દ્વારા કરાશે રજૂઆત

મોરબીમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગરીબ માણસોની જમીનોના કોભાંડમા અધિકારીઓની મિલી ભગત, સરકારી કચેરીમાં એજન્ટો મારફતે વહીવટ સહિતના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી એક વિરોધ પક્ષ તરીખે છેલ્લા ઘણા સમયથી કામગીરી કરવામાં આવી રહી છે અને આવનારા સમયમા મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા મોરબીની જનતાને અપીલ કરવામા આવી છે કે, પોતપોતાના વિસ્તારના જે કોઈ પ્રાણ પ્રશ્નો હોય તે આમ આદમી પાર્ટીના કાર્યાલયે બે દિવસમાં આપવામાં આવે તો પ્રશ્ન ઉકેવા માટેના પ્રયાસો કરવામાં આવશે. અને ખાસ કરીને લોકોને દરેક કામ માટે પૈસા આપવા પડે છે, મોરબી જીલ્લામા ઠેર ઠેર દારૂના ખુલ્લેઆમ ધંધા ચાલુ છે, છેલ્લા ઘણા સમયથી પોલીસ તંત્રની કથળતી પરિસ્થિતિ, કચેરીઓની અંદર એજન્ટો દ્વારા થતા વહીવટ, ગરીબ માણસોની જમીનોના કોભાંડમા અધિકારીઓની મિલી ભગત આવા ઘણા બધા મુદ્દાઓ લેખીતમા મુખ્ય મંત્રીનો સમય માંગીને રૂબરૂ ચર્ચા કરીને રજૂઆત કરવામાં આવશે.




Latest News