હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ ગામે-જુના ઘુટુ રોડે જુગારની બે રેડ: એક મહિલા સહિત આઠ વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા


SHARE











મોરબીના ભડીયાદ ગામે-જુના ઘુટુ રોડે જુગારની બે રેડ: એક મહિલા સહિત આઠ વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા

મોરબીના ભડીયાદ ગામ પાસે રામદેવપીરના મંદિરની સામેના ભાગમાં અને જુના ઘુટુ રોડ ઉપર આવેલ ડેકો ગોલ્ડ સિરામિક પાસે જાહેરમાં જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા એક મહિલા સહિત કુલ આઠ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના ભડીયાદ ગામે આવેલ રામદેવપીરના મંદિર સામે જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગાંડુભાઈ  બાજુભાઈ ઈટોદરા (42) રહે. ભડીયાદ, સિરાજભાઈ અમીરઅલી પોપટીયા (36) રહે. સોઓરડી મોરબી, જશુભાઈ સુજાભાઈ ઈટોદરા (70) રહે. ભડીયાદ, હિતેશભાઈ અતુલભાઇ ત્રિવેદી (27) રહે. ભડીયાદ અને યાસ્મીનબેન ઉર્ફે આરતીબેન શૈલેષભાઈ આગેચાણિયા (45) રહે. લક્ષ્મી ફ્લેટ મહેન્દ્રનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 67,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે.

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ ડેકો ગોલ્ડ સિરામિક પાસે જાહેરમાં જુગાર રમતા હતા અને ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુનિલભાઈ રતિભાઈ રાઠોડ (27) રહે. ઇન્દિરાનગર મોરબી, નાથાભાઈ બહાદુરભાઈ થરેશા (26) રહે ઇન્દિરાનગર મોરબી અને ગાંડુભાઇ નારણભાઈ ટીડાણી (27) રહે. ત્રાજપર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા નોંધવામાં આવ્યો છે

વરલી જુગાર

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિમલભાઈ વલ્લભદાસ વાગડિયા (46) રહે. ભવાની ચોક વિશ્વકર્મા મંદિર પાસેની શેરી મોરબી વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 2,140 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.






Latest News