મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઈક સાથે બાઇક અથડાવાની બે ઘટનામાં ઇજા પામેલા બે યુવાનો સારવારમાં


SHARE











મોરબી નજીક બાઈક સાથે બાઇક અથડાવાની બે ઘટનામાં ઇજા પામેલા બે યુવાનો સારવારમાં

મોરબી નજીક સીરામીક સીટી પાસે અને બંધુનગર તેમજ મકાનસર વચ્ચે બાઈક સાથે બાઇક અથડાવાની બે ઘટના બની હતી જેમાં ઇજા પામેલા બે યુવાનોને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસને બનાવની જાણ કરી છે.

મોરબીમાં સીરામીક સીટી પાસે આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતો મહેશ ધનજીભાઈ (21) નામનો યુવાન મેલડી માતાજીના મંદિર પાસેથી સિરામિક સિટી બાજુ બાઇક લઇને જઈ રહ્યો હતો ત્યારે બાઈક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સાથે બાઇક અથડાયું
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધુનગર અને મકાનસર વચ્ચે બાઈક સાથે બાઇક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં નિધિ ઇન્ડસ્ટ્રીઝ એરીયા રફાળેશ્વર ખાતે રહેતા કાળુસિંહ જોગડીયા (36) નામના યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી

મારા મારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર વિરાટ નગર નજીક આવેલ સીરામીકમાં રહેતા રાજેશ અમરશી (30) અને લાલસિંહ જોગડીયા (38) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 






Latest News