મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું


SHARE







મોરબી જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું

૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે  કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું. અને રિહર્સલ દરમિયાન કલેક્ટરએ સ્વતંત્રતા પર્વ અનુસંધાને કરવામાં આવેલી તૈયારીઓનું  નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજ વંદન, પરેડ નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.






Latest News