મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૫ ઓગસ્ટે હર્ષ ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે; કલેક્ટરશ્રીના વરદ હસ્તે કરાશે ધ્વજ વંદન


SHARE







મોરબીમાં ૧૫ ઓગસ્ટે હર્ષ ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે; કલેક્ટરશ્રીના વરદ હસ્તે કરાશે ધ્વજ વંદન

૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ૭૮ માં સ્વાતંત્ર્ય દિવસની સમગ્ર ભારત દેશમાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આગામી ૧૫ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ૨૫૦ થી વધારે પોલીસ જવાનો દ્વારા ફલેગ માર્ચ કરવામા આવશે તેમજ જુદી જુદી સ્કુલના ૩૦૦ થી વધારે બાળકો દ્વારા દેશભકિતને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લાના વ્યકિત વિશેષશ્રીઓનું સન્માન પણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના વરદ હસ્તે સવારે ૯:૦૦ થી ૯:૦૨ કલાકે ધ્વજવંદન કરવામા આવશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સાંસદઓ તથા ધારાસભ્યઓ પ્રેરક ઉપસ્થિતિ રહેવાના છે. ઉપરાંત મોરબી શહેરની તમામ સરકારી કચેરીના અધિકારીઓ /કર્મચારીઓ જુદી જુદી સ્કુલના બાળકો જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રમુખઓ મંડળો /એન.જી.ઓ, જિલ્લાના વરિષ્ઠ નાગરીકો હાજર રહેવાના છે. મોરબી શહેરના નાગરીકોએ જેમ તિરંગા યાત્રામાં સ્વયંભુ ઉપસ્થિત રહી જિલ્લાની તિરંગા યાત્રાનું ગૌરવ વધાર્યું છે, તેવી જ રીતે ૧૫ ઓગસ્ટ રોજ ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમા સૌ નગરજનોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.






Latest News