મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં બાઇકની સફાઈ કરતાં સમયે પડી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના બેલા નજીક કારખાનામાં બાઇકની સફાઈ કરતાં સમયે પડી જવાથી યુવાનનું મોત

મોરબીના બેલા ગામથી ખોખરા તરફ જવાના રસ્તા ઉપર આવતા સીરામીક કારખાનામાં બાઈકની સફાઈ કરતી વખતે યુવાન પડી ગયો હતો જેથી તેને ઈજા થવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો આનંદભાઈ મેઘજીભાઈ ગોધવીયા (27) નામનો યુવાન મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ એવેન્સ ગોલ્ડ ટાઇલ્સ નામના કારખાનામાં બાઇકની સફાઈ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે આ યુવાન પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી. અને તેની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતક યુવાનના વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેરાવત સીરામીકમાં રહેતો અને ત્યાં કામ કરતો ચિમ માંડોરામ વોમીજ (27) નામના યુવાનને બીમારી સબબ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને બિમારી સબબ તેનું મોત નીપજયું જેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર રહેતો હેત ભરતભાઈ અઘારા (23) નામનો યુવાન લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ પાસેથી એકટીવા લઈને જતો હતો. ત્યારે એકટીવામાંથી પડી જવાના કારણે તેને ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી






Latest News