ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા આધેડ રાજકોટ સારવારમાં


SHARE











મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા આધેડ રાજકોટ સારવારમાં

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસેથી આધેડ પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો. જેમાં ઇજા પામેલા આધેડને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અંકલેશ્વરના રહેવાસી મોહનભાઈ વજીન્દર શર્મા (54) નામના આધેડ મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલાકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો. જેથી ઇજા પામેલા આધેડને પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને વધુ સારવાર માટે રાજકોટમાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

ધાંગધ્રા તાલુકાના વસાડવા ગામે રહેતા રાજેન્દ્રભાઈ યાદવની ચાર વર્ષની દીકરી દીપિકાબેન બાઈકમાં બેસીને ગામમાંથી ખરીદી કરવા માટે ધાંગધ્રા તરફ જઈ રહી હતી ત્યારે કોઈ કારણસર તે બાળકી રસ્તા ઉપર બાઈક સ્લીપ થતા નીચે પટકાઈ હતી. જેથી કરીને તેને ડાબા પગમાં ફેક્ચર જેવી ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ બનાવ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

આધેડ સારવારમાં

મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કાનજીભાઈ ગોરાભાઈ ખરા (52) નામના આધેડ જૂની પીપળીથી શાકભાજી લઈને બાઈકમાં પાછળ બેસીને પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે પંપ નજીક રસ્તામાં પડેલા ખાડાના કારણે બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં આધેડને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News