મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE







મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે આગામી તા 29/9 ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવશે.

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો. 9 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ આપવામાં આવશે અને વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. સંસાથના પ્રમુખ જયેશભાઈ કોટેચાએ જણાવ્યુ છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા. 19/9 રાખવામાં આવેલ છે. અને ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે મનોજ ઝેરોક્ષ (કુબેરનાથ મંદિર વાળી શેરી, મોરબી), દરીયાલાલ આલુ ભંડાર (નવાડેલા, રોડ મોરબી) અને કેવિન ગેસ એજન્સી (નવા બસસ્ટેશનની સામે, મોરબી) નો સંપર્ક કરવા જણાવ્યુ છે. આ સન્માન સમારોહ તા. 29/9 ને રવિવારના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજાશે. તેવું પ્રમુખ જયેશભાઈ કોટેચા તથા પ્રોજેક્ટ ચેરમેન વિરેનભાઈ પૂજારાએ જણાવ્યુ છે.






Latest News