મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષકની પાર્ક કરેલ કારનો કાચ તોડીને રોકડ એક લાખની ચોરી


SHARE







મોરબીમાં શિક્ષકની પાર્ક કરેલ કારનો કાચ તોડીને રોકડ એક લાખની ચોરી

મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા શિક્ષક તેઓના સસરાને સાવસર પ્લોટમાં આવેલ હોસ્પિટલે બતાવવા માટે આવ્યા હતા અને તેને પોતાની કાર પાર્ક કરીને મૂકી હતી ત્યારે તેની કારમાં ખાલી સાઇડનો કાચ તોડીને તેમાં થેલામાં રાખેલ રોકડા એક લાખ રૂપિયાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા શિક્ષક દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની અવની ચોકડી પાસે અવની રોડ ઉપર આવેલ શોભા કુંજ ખાતે રહેતા શિક્ષક શૈલેષભાઈ બચુભાઈ સાણજા જાતે પટેલ (46)એ અજાણ્યા શખ્સની સામે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી શહેરના સાવસર પ્લોટ શેરી નં- 11-12 વચ્ચે સાગર હોસ્પિટલ સામે તેણે પોતાની બલેનો કાર નંબર જીજે 36 એફ 2954 પાર્ક કરીને મૂકી હતી ત્યારે તે કારમાં ખાલી સાઇડના દરવાજાનો કાચ તોડીને કારમાં રહેલ થેલો કે જેમાં રોકડા એક લાખ રૂપિયા હતા તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી હાલમાં રોગ બનેલ શિક્ષકની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. સી.એમ. કરકર ચલાવી રહ્યા છે વધુમાં ભોગ બનેલા શિક્ષક સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓ સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ તથાસ્તુ હોસ્પિટલ ખાતે તેઓના સસરાને બતાવવા માટે ગયા હતા અને ગાડીને ત્યાં પાર્ક કરીને મૂકી હતી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તકનો લાભ લઈને આ ચોરીની ઘટનાને અંજામ આપેલ છે

બાળક સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ માર્કો વિલેજ ખાતે રહેતા સાગર ભગવાનભાઈ ઝિંઝવાડીયા (15) નામનો બાળક મોરબીના શક્તિચોકના વણાંક પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં તે બાળકને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News