મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પટાંગણમાં રામધૂન બોલવાતા કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોને ડિટેઇન કરતી પોલીસ !: રજૂઆત કરી પણ ગુનો ?


SHARE







મોરબી પાલિકાના પટાંગણમાં રામધૂન બોલવાતા કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોને ડિટેઇન કરતી પોલીસ !: રજૂઆત કરી પણ ગુનો ?

મોરબીના જુદાજુદા વિસ્તારમાં લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જેથી પાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે જો કે, પાલિકા દ્વારા રાજુયાતોને ધ્યાને લઈને કોઈ કામ કરવામાં આવતું નથી માટે આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવવામાં આવી હતી અને ત્યારે અધિકારી, ભાજપ, ધારાસભ્ય અને સરકારને સદબુદ્ધિ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

મોરબી શહેરના દરકે વોર્ડમાં લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જેથી ગંદકીગટરરસ્તાઓરખડતા-રઝળતા પશુઓદૂષિત પાણી સહિતના અનેક પ્રશ્નોથી લોકો ઘરાયેલા છે અને તેના માટે લોકોને છેલ્લા મહિનાઓમાં રજૂઆતો કરેલ હોવા છતાં પણ કોઈ કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી જેથી કરીને લોકોની હેરાનગતિ દૂર થયા અને સિવિધાઓમાં વધારો થાય તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઇ કોટડીયા સહિતના કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં આજે પાલિકામાં રામધૂન બોલાવવામાં આવી હતી

ત્યારે ગટરના ગંદા પાણી, રોડ-રસ્તા, ગટરના ઢાંકણા, તૂટી ગયેલ ગટર, મચ્છરો અને માખીનો ઉપદ્રવ સહિતના અનેક પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને મચ્છર-માખીના લીધે રોગચાળો ફાટી નીકળે તે પહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોંગ્રેસ માંગ કરેલ છે જો કે, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા પાલિકાના પટાંગણમાં રામધૂન બોલાવીને અધિકારી, સરકાર, ભાજપ અને ધારાસભ્યને સદબુદ્ધિ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે હાજર રહેલા પોલીસ અધિકારી દ્વારા કોંગ્રેસનાં 15 જેટલા આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા






Latest News