ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડીએથી ઘરે જતી બે બાળકીને બાઇક ચાલકે હડફેટે લેતા બંને સારવારમાં


SHARE











વાંકાનેરની નર્સરી ચોકડીએથી ઘરે જતી બે બાળકીને બાઇક ચાલકે હડફેટે લેતા બંને સારવારમાં

વાંકાનેરની નર્સરી ચોકડી પાસેથી બે બાળકીઓ પોતાના ઘર તરફ જવા માટે થઈને રસ્તો ઓળંગી રહી હતી ત્યારે બાઈક ચાલકે તે બંને બાળકીને હડફેટે લીધી હતી જેથી કરીને બંને બાળકીઓને ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં લઈને ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઇજાગ્રસ્ત બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં નર્સરી ચોકડી પાસે સરકારી ખરાબમાં ઝૂંપડામાં રહેતા ભુરીબેન બકાભાઇ સિંધવ જાતે સરાણીયા (45)એ હાલમાં બાઈક નંબર જીજે 3 ઇજી 419 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દીકરી વનીતાબેન બકાભાઇ સિંધવ (12) અને તેમના બહેનની દીકરી નયના બાબુભાઈ ચૌહાણ (8) બંને નર્સરી ચોકડી પાસેથી પોતાના ઘર તરફ આવવા માટે થઈને રોડ ઓળંગી રહી હતી દરમિયાન બાઇક ચાલકે વાંકાનેર બાજુથી આવીને આ બંને બાળકીને લીધી હતી અને ત્યારે વનિતાને જમણા પગ અને જમણા હાથમાં ફેકચર જેવી ઈજા થયેલ છે તેમજ નયનાને જમણા સાથળના ભાગે ફેક્ચર જેવી ઇજા થયેલ છે જેથી ઈજા પામેલ બંને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે અને ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ વનરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

આધેડનું મોત

મૂળ હરિયાણાના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરતા પ્રીતમસિંહ કોલારામ જાટ (51) વાળા મોરબીના બંધુનગર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક ટ્રકના પાર્કિંગમાં હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન હાલતમાં તેને સારવાર માટે વાંકાનેર લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News