મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના જૂના મકનસર પાસે પાણીની ખીણમાં ન્હાવા ગયેલ 14 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત: જેતપર ગામેથી બાઇકની ચોરી


SHARE











મોરબીના જૂના મકનસર પાસે પાણીની ખીણમાં ન્હાવા ગયેલ 14 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત: જેતપર ગામેથી બાઇકની ચોરી

મોરબી તાલુકાના જૂના મકનસર ગામે રહેતો અસ્થિર મગજનો બાળક પોતે પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. અને એકલો પાણીની ખીણમાં ન્હાવા માટે ગયો હતો ત્યાં પાણીમાં ડૂબી જવાના લીધે તે બાળકનું મોત નીપજયું હતુ. જેથી આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના જુના મકનસર ગામે રેલવેના પાટાની પાછળના ભાગમાં રહેતા રણજીતભાઈ નટુભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (32)નો 14 વર્ષનો દીકરો રાકેશ રણજીતભાઈ કુંઢીયા જાતે દેવીપુજક જન્મથી અસ્થિર મગજનો હોય અવારનવાર રાત્રિના સમયે અંધારામાં ઘરેથી ક્યાંક નીકળી જતો હતો. દરમિયાન ગઈકાલે તા. 16/7 ના રોજ વહેલી સવારે ઘરે કોઈને કશી જાણ કર્યા વગર તે ઘરેથી નીકળી ગયો હતો અને સવારના વાગ્યા સુધી તેની શોધખોળ કરવા છતાં તે મળી આવેલ ન હતો.

ત્યારબાદ બપોરના સમયે મકનસર ગામ પાસે આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે પાણીના ખીણમાં તે પોતે પોતાની જાતે એકલો ન્હાવા માટે ગયો હોય પાણીમાં ત્યાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું. જેથી આ બનાવ અંગેની મૃતક બાળકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

બાઇક ચોરી

મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે ઘર પાસે શેરીમાં યુવાને પોતાનું બાઈક મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઇ અંગેની ભોગ બનેલા યુવાન ચેતનભાઇ ધનજીભાઈ ઝાકાસણીયા જાતે પટેલ (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેણે પોતાના ઘરની બહાર શેરીમાં ગાળા કલ્યાણ સેવા સહકારી મંડળીની માલિકીનું બાઈક નંબર જીજે 36 એબી 4163 પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News